ઝીરો મોટીવેશન x પ્રેક્ટિકલ અપ્રોચ
તમે જીવનમાં બધી જ જંગ નહીં જીતી શકો. સમજી વિચારીને પસંદગી કરો તમે શેના માટે લડવા માંગો છો. નવું વર્ષ નવા રેસોલ્યુશન , નવા ઉત્સાહ-પ્રેરણા સાથે આવ્યું. લોકોએ નવા વર્ષના કર્તવ્યો બનાવ્યા. કેટલાક રેસોલ્યુશન બીજી તારીખે તૂટી ગયા તો કેટલાક ત્રીજીએ. પ્રશ્ન એ છે કે આપણે કેમ રેસોલ્યુશન બનાવા પડે છે ? તમે કેવા અપ્રોચથી લાઈફ જીવી રહ્યા છો ? કેમ એક નવું વર્ષ જોઈએ છે કશુક શરૂ કરવા. હું તમને કોઈ પ્રેરણા આપવા નથી આવ્યો કે રેસોલ્યુશન નહીં બનાવાનું પણ નથી સૂચવી રહ્યો. આગળ લેખ તમને અનકમ્ફર્ટેબલ લાગી શકે છે. એની તૈયારી કરવા ઉપર પ્રશ્નો મૂક્યા. ભારતમાં સફળ અને સમૃદ્ધ જીવન જીવવું બહુ અઘરું છે. જો તમારી પાસે બાપ-દાદાની કે ઘરવાળા/વાળીની મિલકત ન હોય તો શક્યતા છે તમે અરધું જીવન મીડિયોકર અને ગરીબાઈમાં નિકાળશો અને જો જવાનીમાં કરિયર સેટ ના થયું અને કપાતર ઓલાદ અવતરી તો શક્યતા છે ઘડપણ પણ ગરીબાઈમાં જઈ શકે. નથી મળતું ભણવાનું મોટીવેશન , નથી રસ પ્રાઈવેટ નોકરીમાં અને ગમતી કન્યા પણ લગ્ન નથી કરવાની તમારી સાથે. માનો ગમતી કન્યા સાથે લગ્ન થઈ પણ ગયા પછી શું ? કયા ઘરમાં રાખશો ? 2 BHK? 3 BHK...